રમત
રમત
1 min
121
અધૂરી આ રમત રમત રમી ગઈ,
આંખોમાં ખારાશનો સમંદર ભરી ગઈ,
શતરંજની ચાલ થોડી મોડી સમજાતી ગઈ,
રોજ રોજ એક નવી ચાલ ઉમેરાતી ગઈ,
ઊગતી દરેક સવાર મને આશા દેખાડતી ગઈ,
પણ, ગઈ હું જ્યાં જ્યાં ત્યાં સાંજ ઢળતી ગઈ,
હવે, જિંદગી સાથે રમત રમવાની મને પણ રમત પડી ગઈ.
