STORYMIRROR

khushbu purohit

Others

3  

khushbu purohit

Others

આપાર ને પેલે પાર

આપાર ને પેલે પાર

1 min
204

આજે દર્પણની સામે ઊભી, હું ખુદનેજ નિહાળું છું,

આપાર વર્તમાન અને પેલે પાર ભૂતકાળ નિહાળું છું,


પેલે પાર એક હવેલી છે, હવેલીમાં ચોક છે,

ચોકમાં એક પીપળો અને પીપળાની આસપાસ ઓટલો છે,


એ પીપળા પર એક નાનકડી આકૃતિ રમે છે,

ક્યારેક ફળ તો ક્યારેક પૈસા માટીમાંથી વીણે છે,

ક્યારેક કોઈના ખોળામાં, તો ક્યારેક ગોખલામાં એ રમે છે,


પ્રેમના હિલોળા વચ્ચે આકૃતિ મોટી થાય છે,

હવેલી, ચોક અને પીપળો છોડી એ બીજા શહેર જાય છે,


આજે વર્ષોના વહાણાં બાદ, આકૃતિ દર્પણ નિહાળે છે,

આપાર અને પેલે પારનો તફાવત દ્ર્શ્યોમાં વાગોળે છે,


આજે પણ દ્રષ્યોમાં હવેલીમાં ચોક, પીપળો અને ઓટલો છે,

પણ એ ઓટલા પર કોઈ રમતું નથી અને ખોળામાં અને ગોખલામાં રમાડનાર કોઈ જડતું નથી,


સંબંધોનું અસ્તિત્વ કોઈ ક્ષણ જેવું કે કપડાં પરની કોઈ સળ જેવું ભાસે છે,

"ખુશ્બૂ" દર્પણની સામે ઊભી આપાર અને પેલે પારની સ્મૃતિના વહાણ તારાવે છે.


Rate this content
Log in