મુક્તિનો તું સ્ત્રોત મનવા
મુક્તિનો તું સ્ત્રોત મનવા
ના બન બિચારો બાપડો છે શક્તિનો તું સ્ત્રોત્ર મનવા,
વિશિષ્ટ તારી શક્તિ ઓળખ ઉક્તિનો તું સ્ત્રોત મનવા,
ભીતર ભરી ભીનાશ ભૂલી કાં ભટકતો તું રહે છે ?
થાજે સરોવર સ્નેહનું, છો ભક્તિનો તું સ્ત્રોત મનવા,
બેસી રહેતાં થઈ નઠારા સિદ્ધ દ્વારે આવશે ના,
પુરુષાર્થ પૂરો લે કરી, છો યુક્તિનો તું સ્ત્રોત મનવા,
ફોગટ કરી વાતો ઘણી, જાગી જવામાં માલ છે હું ભઈ,
ઈચ્છિત સપના સિદ્ધ થાશે, ભુક્તિનો તું સ્ત્રોત મનવા,
અણમોલ જીવન આજ મળ્યું, લે કરી સાધન હવે 'શ્રી'
બાધક થતાં કર્મો ખરે તો મુક્તિનો તું સ્ત્રોત મનવા.
