STORYMIRROR

Krishna Mahida

Inspirational

4  

Krishna Mahida

Inspirational

સગપણ માતૃભૂમિનું

સગપણ માતૃભૂમિનું

1 min
268

હે વસુંધરા મા ભારતી શત શત હું પ્રણામ કરું,

સગપણ સાચું માતૃભૂમિનું ચરણમાં હું પ્રાણ ધરું.


કેસરિયાળો રંગ કસુંબલ આજ હું શણગાર કરું,

રાષ્ટ્રભક્તિની ઓઢી ઓઢણી, કેસરી સિંદુર ભરું.


અમર ચૂડલો ભર્યો ખુમારી, માટીનું હું તિલક કરું,

હાથે મેંહદી કેસરયાળી, શૌર્ય તણી હું તેગ ધરું.

 

તાંડવ છે નવ સર્જનનું,આજ હું રીપુ દમન કરું,

પગમાં પાયલ ઘૂઘરયાળી, વંદેમાતરમ્ નાદ ભરું.


એક લક્ષ્ય છે જીવન મારું,નામ તારું અમર કરું,

અતંરની આ આશ છે 'મા' તારા માટે જનમ ધરું.


જય ઓમકાર મા ભારતી, રાષ્ટ્ર નવ નિર્માણ કરું,

થાય 'પ્રતીતિ' ઘર ઘર એની લહેરાતો તિરંગો કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational