મારી દીકરી
મારી દીકરી
દિલના ટુકડામાં વશે છે મારી દિકરી
પ્રાણ થી પણ વહાલી છે મારી દીકરી
દુનિયા માટે સાપનો ભારો હશે દિકરી
મારા ઘરનો તુલશી ક્યારો છે દિકરી
ભલે દુનિયા ગણતી દિકરા ને શોભા
મારા ઘરની શોભા છે મારી દીકરી
ગુઘરા,ગાડી,રમકડા ઘણી જીદો છે એની
એ જીદ કરતા મૂલ્યવાન છે મારી દિકરી
દુનિયા પૈસા માટે કરતી તાગળધિન્ના
પણ લક્ષ્મી નો અવતાર છે મારી દિકરી
આંગળી પકડી બાળપણ વિતાવ્યૂ જેણે
આજ મારુ ઘર છોડી હાલી મારી દીકરી
હવે ચાહુ તોય નથી શકતો રોકી કારણ
પારેવળો બની ઉડી ચાલી મારી દીકરી
