STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

4  

Drsatyam Barot

Inspirational Others

આઝાદી માણીને જો

આઝાદી માણીને જો

1 min
27.6K


ઈર્ષાના કાંટાઓ ફોંરીને જો,

એકવાર જાત તારી વાવીને જો,

નાતોને જાતોને છોડીને જો,

આઝાદી શ્વાસોની માણીને જો.


શાને તું રોદણાં રડે છે રે રોજ,

બીજાના દુખડામાં ડૂબીને જો,

બીજાની કાઢે છે ભૂલો તું રોજ,

તારી એ ભૂલોને ત્યાગીને જો.


અપમાનો લોકોના ભૂલીને જો,

અંદરના દરવાજા ખોલીને જો,

તારી લીટી થોડી ભૂસીને જો,

જીતેલી બાજી ને હારીને જો.


રોતાં બાળકને હસાવીને જો,

તારામાં બાળક રમાડીને જો,

દિલના દરવાજા ને ખોલીને જો,

અંતરના નાદ તું વગાડીને જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational