The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kailash Vinzuda

Inspirational Others

4  

Kailash Vinzuda

Inspirational Others

શોધજોને !

શોધજોને !

1 min
14K


બારસાખે સાવ લીલું એક તોરણ શોધજોને,

ઝેર નેં ઝાંખું પાડે એવું એક મારણ શોધજોને.


લાગણીનાં તાંતણેથી બાંધ્યા છે આ સંબંધો,

તોય તૂટે કેમ તેનું એક કારણ શોધજોને.


આમતો આ પાઠશાળામાં બધું મેં શીખયુ છે,

શીખવી દે હેત એવું એક ધોરણ શોધજોને.


જોઇએતો આ હિરા મોતી ઝવેરાતોને લઈલો,

ને સમય માંથી જરા આ બાળપણને શોધજોને.


કોણ જાણે માનવીનાં કેટલા છે આ ચહેરા,

બોલવું તીખું ભલે પણ મનનું ગળપણ શોધજોને


વાયરો વાયો ઠંડો નેં આ ઠરી ગઈ લાગણીઓ,

હુંફ આપે ભીંતરેથી એવુ બળતણ શોધજોને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational