બાળક બનીને આવો
બાળક બનીને આવો
હરિ તમેય આજ તો બાળક બનીને આવો,
બાલરામના દર્શનનો આપોને અમને લહાવો,
નિર્દોષ, નિખાલસ શિશુ થૈ થાવ તમે રાજી,
તવસંગાથે અઢળક સાંપડે સુધરે મારી બાજી,
ચાલો રમીઐ હરિવર આજે સૌ બાલસંગે,
હું દોડું ને તમે દોડો પકડવાના હો તમારા ઢંગે,
આજ અનોખી રમત આપણી દુનિયા જોતી,
ભૂલકાં બન્યાં તે જ પામતાં છોને અવર ખોતી,
સ્પર્શ, આંખમિચોલી, અવાજ હો જુદાજુદા,
ન કદીએ હું હારને પામું જેની હારે હોય ખુદા,
ધન્યઘડી, ધન્ય અવસર સામીપ્ય મને હો તારું,
હું તો અઢળક પામું પ્રતિવર્ષ આવું જ વિચારું.
