નવલાં વરસથી
નવલાં વરસથી
જરીપુરાણી અંધશ્રદ્ધા તજીએ નવલાં વરસથી,
પ્રત્યેક સાથે પ્રેમસભર વર્તીએ નવલાં વરસથી,
નવું વરસને નવા સંકલ્પો આચરણે ઊતારીએ,
કર્મપથના સદા પથિક થઈએ નવલાં વરસથી,
મળેલાંને મબલખ માની આત્મસંતોષ કેળવીએ,
પ્રયત્નમાં ના કદી કસર છોડીએ નવલાં વરસથી,
જનેજનમાં જનાર્દન જાણી મદદ કરતાં શીખીએ,
સારું એટલું મારું સર્વદા કહીએ નવલાં વરસથી,
અધૂરાં તોય મધુરાં માનીએ સ્વજનો જે આપણાં,
દોષદર્શન હવેથી બસ બંધ કરીએ નવલાં વરસથી.
