STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હું તો

હું તો

1 min
513

શબ્દોના સહારે હરિ આવું હું તો,

અંતરથી ભાવને ઊભરાવું હું તો,


પ્રતિક્ષાની પરાકાષ્ઠા અકળાવતી,

તારી કૃપાદ્રષ્ટિમાં કેટલો ફાવું હું તો,


તને આખ્ખે આખો પામવા ઝંખતો,

પ્રેમ પદારથ વાણીમાં લાવું હું તો,


એકરૂપ થવાની અદમ્ય ચાહ મારી,

હૈયેથી ભરપૂર હેત છલકાવું હું તો,


ના રહે કશુંએ પામવાનું તારા પછી,

આશ કે બસ તારા જેવો થાઉં હું તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational