STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હે પ્રભુ રામ !

હે પ્રભુ રામ !

1 min
583

તમારા ભક્તોની લ્યોને ભાળ હે પ્રભુ રામ.

ભલેને હોય જગતમાં કલિકાળ હે પ્રભુ રામ,


એનાં અંતરમાં સદાકાળ છો તમે વસનારા,

એની કૈંક નમાવો હરિ તમે ડાળ હે પ્રભુ રામ,


છો સર્વસ્વ એના માટે તમે; ના બીજા કોઈ,

એ તો છે તમારાં સંતાનો પ્રેમાળ હે પ્રભુ રામ,


સમર્પણ એનું છે તમારા કાજે પામવા પ્રભુ,

એનો વાંકો ના થાય કદીએ વાળ હે પ્રભુ રામ,


છે દયાનિધિ; ના વિચારો દોષો ભક્તજનના

દર્શન દ્યોને કરુણાકારી તત્કાળ હે પ્રભુ રામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational