ચાલ ને કુદરતનાં સાનિધ્યમાં
ચાલ ને કુદરતનાં સાનિધ્યમાં
ચાલ ને ! આપણે કુદરતના સાનિધ્યમાં જઈએ
કુદરતની અદભુત કલાકારીને તસવીરોમાં કૈદ કરીએ
આ ઝરણાના ઝણકારને હદય માં કૈદ કરીએ
આ પંખીના ટહુકાનું સંગીત લઈએ
આ ખળ ખળ કરતા નદીઓના નીરથી
આંખોની પ્યાસ ને તૃપ્ત કરીએ
ચાલ ને આપણે સરોવર કિનારે ફરીએ
કાદવમાં ખીલેલા કમળ પરથી કૈક પ્રેરણા લઇએ
ચાલને આપણે બાગ બગીચે જઇએ
કાંટા વચ્ચે ખીલીને પણ હસવાનું શીખી લઇએ
ચાલને આપણે સાગર કિનારે જઇએ
સાગર જેવું વિશાળ દિલ રાખી જીવનને સરળ બનાવી લઈએ
ચાલને આપણે કુદરતનાં સાનિધ્યમાં જઇએ
જીવનની હરેક પળને યાદગાર બનાવીએ
હદયના કેમેરામાં કંડારિએ
ચાલને આપણે જીવનને સાચા અર્થમાં જીવીએ
