તું તો છે રોશનીનો ભંડાર
તું તો છે રોશનીનો ભંડાર
ચાલ તારાથી તને રૂબરૂ કરાવું
તું તો છે રોશનીનો ભંડાર
તું તો છે ઈશ્વરનું શ્રેષ્ઠત્તમ સર્જન
તું કેમ ના ઓળખે તને ?
તારે ભીતર ભર્યો ભંડાર
તાર જીવનની કેડી તું કંડાર
લાવ અંધકારને ઓગાળી દઉં
તારી ભીતર ભરેલા શ્રદ્ધના
પ્રકાશ માં ડૂબકી મરાવી દઉં
લાવ તને તારી શક્તિઓનો પરિચય કરાવી દઉં
તું તો જીવનની ઝળહળતી જ્યોત છે
તારી હાજરીથી ચોમેર પ્રકાશ છે
અવિરત જાત બાળી પ્રકાશ ફેલાવવો એ તારું કામ છે
તું તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન તારામાં ઈશ્વર નું ધામ છે
તું તો રોશની તને અંધકાર નો ડર કેમ ?
