અનોખી આ જિંદગીની લહેર
અનોખી આ જિંદગીની લહેર
ક્યારેક જીવનમાં નવા રંગો ભરાય છે
તો ક્યારેક લાગણીઓ તૂટે છે
ક્યારેક ભરઉનાળે મેઘમહેર થાય છે
તો ક્યારેક દિવસો કોરા જાય છે
અનોખી આ જિંદગીની લહેર
ક્યારેક નવી આશાઓ સાથે સપના બંધાય છે
તો ક્યારેક નિરાશાઓ ઘેરી વળે છે
અનોખી આ જિંદગીની લહેર
ક્યારેક સ્મિતથી દુઃખો ભૂલાય છે
તો ક્યારેક રુદનથી હૈયું ભરાય છે
અનોખી આ જિંદગીની લહેર
ક્યારેક પારકા પોતાના બની જાય છે
તો ક્યારેક પોતાના છેતરી જાય છે
અનોખી આ જિંદગીની લહેર
ક્યારેક મોજશોખથી જીવન જીવાય છે
તો ક્યારેક મુશ્કેલીઓથી તૂટી જવાય છે
અનોખી આ જિંદગીની લહેર
