STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

સીનીઅર સીટીજનને

સીનીઅર સીટીજનને

1 min
472

વય ગઈ વીતી હવે વાણીમાં મધુરતા ભરો તમે,

થોડો સમય રહ્યો છે બાકી ઈશસ્મરણ કરો તમે,


ગઈ ગુજરી જાઓ ભૂલી સાંપ્રતને સ્વીકારોને,

અનુકૂલનની આવડતે દૂધસાકર જેમ ભળો તમે,


છે અંતર પેઢીનું મતભેદ થવા સંભવ છે ઘણો,

નદીનાવ સંજોગ વિચારી જીવનનાવથી તરો તમે,


તજો વાતો જૂની હતી જે તમારા કાળની અતીતે,

નવું સ્વીકારીને વર્તમાને થોડી ધીરજને ધરો તમે,


છે તમારા હાથમાં એ સમો સાચવવો ઘટે સહુએ,

જીદ આગ્રહ તજી ચલાવી લેવાનું હવે શીખો તમે,


દીપી ઉઠશે તમારું વાર્ધક્ય જાતી જિંદગીના રાહે,

આટલું જો કરી શકો તો સફળતા સદા વરો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational