શોધવા નીકળી છું
શોધવા નીકળી છું
ગુમનામ થયેલા મારા બચપણને શોધવા નીકળી છું
અંધારાને ગુમનામ કરવા દીવો લઈને હું નીકળી છું
મારામાંથી ગુમનામ થયેલા મારા પણાને શોધવા
હું દર્પણ લઈને નીકળી છું ખુદથી ખુદને મળવા હું નીકળી છું
રણ બની થઈ ગઈ હતી ગુમનામ
સરિતા બની તારા માં ભળવા હું નીકળી છું
રસ્તામાં જ ગુમનામ થઈ હતી હું
હવે મંઝિલને શોધવા હું નીકળી છું
મધ્યાહ્ને તપતા સૂરજમાં બાળી મારી જાતને
હવે શીતળ ચાંદનીનો લેપ હું શોધવા નીકળી છું
મારામાંથી થઈ ગઈ હતી મારી બાદબાકી
ગુમનામ થયેલી મારી જાતને હું શોધવા નીકળી છું
