STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મંગલ તિથિ છે લાભ પંચમી

મંગલ તિથિ છે લાભ પંચમી

1 min
452

મંગલ તિથિ છે લાભ પંચમી….

વણજોયું મંગલ મુહૂર્ત

ધૂપ દીપ ઉંબર અક્ષત

લખજો લલાટે રે લાભ

મંગલ તિથિ છે લાભ પંચમી,


શુભ લાભ સંગે સ્વસ્તિક

પ્રાથીએ નમાવી મસ્તક

આગમન વધાવીએ ભાવ ઉંબરે

મંગલ તિથિ છે સૌભાગ્ચ પંચમી,


પૂજન દર્શન છે પાવન

શ્રીયંત્ર ધવલ દામન

દુર્વા, કળશ, જળ મંગલ કામના

મંગલ તિથિ છે શ્રી પંચમી,


સમૃધ્ધિ ઉન્ન્તિ અક્ષાયુ

લખીએ વહીમાં સવાયું

શુભ સંકલ્પે પ્રાથીએ મા શારદા

મંગલ તિથિ છે જ્ઞાન પંચમી,


અંતર સમૃધ્ધીથી આરતી ઊતારીએ

કરજો મનોકામના રે પૂર્ણ

શુભારંભે ‘આકાશદીપ’ પ્રગટાવે આશાના દીપ

મંગલ તિથિ છે લાભ પંચમી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational