ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી
ફળ્યા છે જન્મોજન્મના રે પુણ્ય રે લોલ,
વીત્યા છે મારે જન્મોજન્મના અવતાર જો,
વીત્યા અનેક છે જન્મોના રે દહાડા રે લોલ,
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી છે રે લોલ.
જે ના સમાય રે મારે હૈયામાં આનંદ,
જવું મારે સહજાનંદ સ્વામીની શરણમાં,
થયી દૂર મારે આજે જન્મોજન્મની ખામી,
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી છે રે લોલ.
મોક્ષનું દ્વાર છે જીવનમાં દેવોને પણ દુર્લભ,
મારા ગુરુની કૃપા થકી દરેક જીવને સુર્લભ,
થયું દૂર આજે મારે જન્મોજન્મનું અજ્ઞાન,
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી છે રે લોલ.
પ્રભુ એ આપ્યો જીવને શિક્ષાપત્રીનો ઉપદેશ,
આપ્યું પ્રભુ તમે જીવને વચનામૃતનું અમૃત જો,
તમારી કૃપા થકી થયો પ્રભુ સત્સંગીનો સંગ જો,
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી છે રે લોલ.
જીવનના અંતે આવી વસમી વિદાય રે લોલ,
સગા સબંધી ને મોહમાયાનો કર્યો ત્યાગ જો,
તમારા વિના ના મળે છે જીવને કોઈ સાથ જો,
તમારી કૃપાથી થાય છે પ્રભુ જીવનમાં મોક્ષ જો,
ધન્ય ધન્ય પ્રભુ સહજાનંદ સ્વામી છે રે લોલ.