Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bakula Ghasvala

Inspirational Others

4  

Bakula Ghasvala

Inspirational Others

મારું નગર: મારી નજરે ‍

મારું નગર: મારી નજરે ‍

1 min
13.3K


એક નગર વસે છે મારામાં છાંસઠ વર્ષથી,

અને હું વસું છું એ નગરમાં છાંસઠ વર્ષથી.

એક દરિયો ઘૂઘવે છે મારામાં છાસઠ વર્ષથી,

પારનેરા પડકાર બની શ્વસે છે મારામાં છાસઠ વર્ષથી,

એ મારો શ્વાસ છે,વિશ્વાસ છે, મારો આધાર છે છાસઠ વર્ષથી.


વડ અને સાલની વનરાજીથી છવાયેલું એ નગર,

મારું વલહાડ( વલસાડ) ને મસ્તાનું એ નગર,

જાગે છે એ વહેલી સવારના બાળુડાંના કલશોરથી,

દૂધવાળા, શાકવાળા, છાપાવાળા અને સફાઈ કામદારોના પગરવથી,

એ સવારથી દોડે છે ને શિયાળુ સાંજે ઊબાડિયાથી મહેકે છે.

ઉનાળે એ આમ્રમંજરી ને કેરીથી મહોરે છે,

ચોમાસે એ તીથલને દરિયે ઝૂલે છે .

ગિરાધોધના ધમધમાટે એ ઉછળે છે.

આમ વર્ષભર અ મનભર મજા માણે છે.


હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈનના સ્થાનકો જહીં,

એક નગર સમાય છે અહીં,પ્રશાંત નિલયમ્ ના નાદમાં કહીં.

સઘળા કોલાહલ અહીં પરિણમે છે શાંતિ કેરા સાદમાં તહીં.

અલબેલા, મોજીલા, અનાવલા સંગ રહે છે ઠાઠમાં સૌ અહીં.

કહેવાય કે ધરતી છે પરશુરામની તોયે આણ છે અહીં એકલવ્યની,

આદિવાસી,માછીમારી,કણબી કસબે ધબકે છે ધન્ય ધરા વલસાડની.

જિગરે લાટપ્રદેશી લાટસાહેબીથી સદા મઘમઘે છે ધરતી આ વલસાડની.


આમ એક નગર વસે છે મારામાં ને હું શ્વસું છું એ ધીંગી ધરા મહી વલસાડની.


Rate this content
Log in