જ્યારે આક્રોશ પ્રજ્વલિત થશે
જ્યારે આક્રોશ પ્રજ્વલિત થશે
આપણે તો આમ જ રોજ બ રોજ હરખાવાનું ને કરમાવાનું ?
આપણે માટે તો દિન બ દિન તસુ તસુ કરી ડૂબવાનું ?
ઢાંકણીયે શોધેલી ન જડે તેમ પળ પળ જીવવાનું ?
અતિથિઓની આવનજાવનના કલશોર મહીં હરખાવાનું ?
અછતઅભાવ, મોંઘવારી ભૂલી નગારખાને ઝૂમવાનું !
રાજાવાજાં ને... સરખાંને મેળે મહાલવાનું ?
ભૂખ્યાંતરસ્યાં લાઈનમાં ઊભાં એમ ભૂલવાનું ?
નદીકિનારે ટામેટુંનાં સપનાંનો તમાશો જોવાનું ?
એમના ખાણીપીણી ને જલસાના તીરે મહાસુખ માણવાનું ?
પાંચવર્ષે મુખદર્શને રાજી રહેવાનું ને માંગવાનું ?
જળ, જંગલ ને જમીન અમારી છે કહેતાં રહેવાનું ?
પળેપળે બેબસ જીવવાનું ને દિન બ દિન ડૂબવાનું ?
આમને આમ જ આપણે તો હરખાવાનું ને કરમાવાનું ?
ના રે ના, જ્યારે આક્રોશ પ્રજ્વલિત થશે ત્યારે ?
