Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bakula Ghasvala

Inspirational Others

3  

Bakula Ghasvala

Inspirational Others

કયાં ખોજ કરું પ્રેમની ?

કયાં ખોજ કરું પ્રેમની ?

1 min
13.8K


મુગ્ધ અવસ્થામાં પ્રથમ તારામૈત્રકની ઝલકમાં કે

સ્વજનોની આંખમાં ધૂળ ઝોંકી કરેલી મુલાકાતોમાં ?

કયાં હશે પ્રેમ ?

ધર્મ, અર્થ, કામ ને મોક્ષની વેદીમાં ?

કે સપ્તપદીનાં ઉભયપક્ષી વચનોમાં ?

કે આપણી એકત્વની આરાધના થકી સર્જિત અદ્વૈતના આનંદમાં ?

કે પછી વાડીવજીફા, ગાડીબંગલા, માલમિલકતની ભાંજગડમાં ?

કે બેન્ક, એલઆઈસી વગેરે વગેરે કે ઘરખાતે મારુ નામ ક્યાંની મૂંઝવણમાં ?

કે દીવાનખંડની બેઠકોમાં ડહાપણ દર્શાવીને શયનખંડમાં મન મૂકીને લડવાના મિજાજમાં ?

કે રસોડાના કરતબ દ્વારા તારા પેટથી મન સુધી જવાના મનસૂબામાં ?

કે તે સામ્રાજ્યના પ્રલંબ કારભારમાં વાસણકૂસણના ખડખડાટમાં ?

કે સિઝનનાં મરીમસાલાનાં કામમાં કે દિવાળીની સફાઈમાં ?

કે સામાજિક કારવ્યવહારમાં ?

કે સંતાનોને કરાવવાનાં હોમવર્કમાં ?

કે એમની પેરન્ટ્સ મીટીંગની બબાલમાં?કે 'મારી માને સાચવ તો હું તારો જ છું ',ની ક્વિઝને ઉકેલવાની મથામણમાં ?

કે વંશાવળીની વડવાઈના જતનમાં ?

કે લગ્નની વીસ-પચીસ વર્ષની જયંતીની ઉજવણીનાં સપનામાં ?

કે ગમતાંની સાથે મળીને કરીશુંની મહેફિલની રાહમાં ?

કે આનંદની સરવાણીમાં રમતાંભમતાં ઝરણાને જોવાની ચાહતમાં ?

કે હવે પિસ્તાલીસ-છેતાલીસ વર્ષે દાક્તરોની મુલાકાતોમાં સાથે રહેવાના કંટાળામાં ? કે સાથી હાથ બઢાનાની જૂની ઘસાયેલી રેક્ડની મરામતમાં ?

અરે !

યાદ આવ્યું !

તેં તો તો કહેલું કે સાત સૂરોની સરગમ વગાડવાની છે મારે તારા સંસારમાં.....

ને બધા સૂર, લય, તાલની વાજાપેટી બેસૂરી છે !

એને સૂરીલા સાજમાં તબદીલ કરવાની યાત્રાના મોહભંગમાં ?

જડશે કે મને પ્રેમનો અર્થ કે પરિભાષા ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational