સમંદર ની લહેરો પૂછે,
સમંદર ની લહેરો પૂછે,
સમંદરની લહેરો પૂછે અહીં કેમ આવવું ,
દિલ કોઈ એ તોડ્યું પછી પ્રેમ ના થયો કોઈ થી.?
પ્રેમ કરવો તો એ દોસ્ત મારે જોને ભારે થયું,
દિલ જેના પર મેં હાર્યું એજ મારુ ના થયું.!
આવ બેસ કિનારે સખા,દુઃખ ઠાલવી દે તું બધા,
તારી વેદના હું જાણું મારા દુઃખ કોને કહું.!
એક સવાલ હું કહું,એનો તું જવાબ દે "સાગર",
મન જ્યાં મળે ત્યાં કદી દેહ ના ભળે છે.!
મારું હતું જે બધું ત્યાગી ગયો છું,
ઈશ્ક વિના ના દિલ ને મારી ગયો છું.!
ના થઈશ ઉદાસ તું સખા, સૌ ને ક્ષણ મળે છે ,
ખારા રે સમન્દર માં પણ મીઠા જળ,ભળે છે.!
