સ્ત્રી
સ્ત્રી
હેવાનિયત મનડાની વાસના છે સ્ત્રી,
યુગ પુરુષના હૃદયની ઉપાસના છે સ્ત્રી.
ચાહે છે હરકોઈ પામવા ખૂબસૂરતી,
કોઈ સંતુષ્ટિ કોઈ પ્યાસાની તૃષ્ણા છે સ્ત્રી.
કોઈ લૂંટાવે જાન કોઈ લૂંટે એને કાજ,
દરેક મનના ભ્રમણાંની તુલના છે સ્ત્રી.
રીઝે તો રાજ કરાવે ખીજે સત્યાનાશ,
હર ઘરના ઉંબરાની ઉષ્મા છે સ્ત્રી.
મા હો બહેન હો, કે હો ભલે ઘર નાર,
હર કિરદારમાં ભરનાર કલા છે સ્ત્રી.