છું આપનો હિતેચ્છુ મહેમાન નથી
છું આપનો હિતેચ્છુ મહેમાન નથી
બોલવા ઘણું છે, પણ કાન નથી,
હા ભૈ માણસને કશાનું ભાન નથી.
રંગે રૂપાળા તો થઈ ગયા સૌ જન,
બાકી, સંબંધ પ્રત્યે કોઈને માન નથી.
ઉપર ઉપરથી જે નિભાવે મિત્રતા,
ઝાંકો ભીતર જરાય સન્માન નથી.
લાખ સોને મઢાવો અંતે રાખ થશે,
દેહને મળતું કદી અભયદાન નથી.
મેં મારા સાચવ્યા તું તારા સાચવ,
ગુણ જ્ઞાનત્વ છે કોઈ ગુમાન નથી.
જગ બેઠું ખુદ મૂર્ખનું પૂતળું બની,
ને કહે છે આને કશાનું જ્ઞાન નથી.
તો આવો થઈ જાય બેબે હાથ હવે,
જોઈએ કોના હૃદયમાં તોફાન નથી.
જે આધુનિકતામાં ડૂબી મરે છે,
કહો એમને આ જંગનું મેદાન નથી.
એક છોરી પાછળ થયો છોરો ઘેલો,
શું જાણે છે એ ? છોરીને શાન નથી.
દન ઊગ્યો
ને રાત પણ એમજ વીતી,
હવે માણસને સમયનું ભાન નથી.
કૈક કહેવા કરવાના બસ વિચારો કરે,
છે આળસુના પીર દયાનિધાન નથી.
ગુરુ ગમ્મત કરે છતાંય જ્ઞાની તણું,
ફક્ત ફાંકા મારે મળ્યું જીવનદાન નથી.
છે ખરો માણસ જેણે માણસાઈ ધરી,
એની છાયા તણો ખુદ ભગવાન નથી.
ના ફેરો મુખ એથી જે ક્રોધાયમાન હો,
છે લાગણીનો માર્યો કોઈ શેતાન નથી.
એના હોવા ના હોવાથી શું ફેર પડે છે,
જેનું હૃદય પ્રેમાળ પણ ધનવાન નથી.
આ તો જૂઠી માયા જૂઠા જગ તણી,
એ ખીલ્યા પુષ્પો જેના બાગબાન નથી.
એમ આવો ના દુઃખ મારા આંગણે છુપી,
સહુ જાણીતા છો કોઈ અન્જાન નથી.
મેં કહી જે પીડા છે સહુ મમતા 'પ્રતીક'
છું આપનો હિતેચ્છુ મહેમાન નથી.