નદીની ધાર
નદીની ધાર
નદીની ધાર જેમ વહેતા જાવ,
નાના મોટા માન ભેર રહેતા જાવ.
મળે જો રાહગીર અંગત કોઈ આપણું,
આવતા જતા કેમ છો? કહેતા જાવ.
હુંની દોડમાં પ્રથમ આ'વું શક્ય નથી,
એક કદમ પાછળ કદી ઠેલતા જાવ.
લખ્યું કિસ્મતનું કોઈ જુટવી નહીં શકે,
થોડો કર્મ પર વિશ્વાસ મેલતા જાવ.
છો માણસ તો મુસીબત ઝેલવી પડશે,
થોડી ઘણી પારકી પીડા સહેતા જાવ.
રંગત સંગત તો સંબધોની માલીપા,
સૌ સંગ હૈયા ભેર મ્હેકતા જાવ.
જીવન શતરંજ સમ બાજી"પ્રતીક"
હસતા હસતા હર પડાવ ખેલતા જાવ.
