STORYMIRROR

Dinesh Parmar "pratik"

Abstract Drama

3  

Dinesh Parmar "pratik"

Abstract Drama

બસ ચ્હા સુધી

બસ ચ્હા સુધી

1 min
877


તારી મારી યારી, બસ ચ્હા સુધી,

ગમની સહિયારી, બસ ચ્હા સુધી.


આવી મળો ને વાત પ્રેમની કરો,

પણ ઇશ્ક ખુમારી, બસ ચ્હા સુધી.


કરશું રોજે રોજ આંખોથી ચાળા,

મારો નયન કટારી,બસ ચ્હા સુધી.


દિલ છે દિલથી ટકરાઈ જવાનું,

તોય દિલદારી, બસ ચ્હા સુધી.


બે ક્ષણ બે પળ, કે હો કલાક બે,

કર વાતો બે ધારી, બસ ચ્હા સુધી.


છે નશો યૌવનનો, લત લાગી જાય,

આવી આદત સારી, બસ ચ્હા સુધી.


હૈયું ચકડોળે ભલે ચડતું "પ્રતીક"

તારી મારી યારી, બસ ચ્હા સુધી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract