STORYMIRROR

Dinesh Parmar "pratik"

Tragedy

3  

Dinesh Parmar "pratik"

Tragedy

ભટકતો રહું છું

ભટકતો રહું છું

1 min
883


બની મુસાફર, ભટકતો રહું છું,

ખુદ હું ખુદમાં, અટકતો રહું છું.


આવે જો હાથ કિસ્મતનું પાન,

લઇ ઠેબે રોજ, છટકતો રહું છું.


મને મારી જિંદગી એમ રમાડે છે,

જાણે કે એને હું, ખટકતો રહું છું.


ભરાય જ્યાં આંખે આંસુનો દરિયો,

બુંદ બુંદ હૈયે રોજ ગટકતો રહું છું.


શું ખબર ઈષ પણ વેરી છે મારો,

વેરી સમ હોંકાર હું કરતો રહું છું.


પામ્યો શું ઘડી મુજ દુઃખયો ડુંગર?

ખાય ઠોકર કણ સમ ખરતો રહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy