ભુલાવી દઉં છું
ભુલાવી દઉં છું
1 min
101
ખુશી માટે એના, બધા ગમ ભુલાવી દઉં છું,
રંગે રંગાઈ એના, મારી જાત ભુલાવી દઉં છું.
છુ આમતો લપ લપીયો બોલવામાં ઘણો,
સાંભળવા એને, મારી વાત ભુલાવી દઉં છું.
દેખાય છે બધું સાફ સાફ મને સંબંધમાં,
તેમ છતાં મતલબની, સંગત ભુલાવી દઉં છું.
જીવે છે સૌ લોક, જાણી જન્નતે જિંદગી ?
હું એની નાદાનીમાં, જન્નત ભુલાવી દઉં છું.
જોયું ના જીવનમાં, મેં જેનું "પ્રતીક" બીજું,
લેતા એનું નામ, હું મારુ નામ ભુલાવી દઉં છુ.