શહિદ
શહિદ
આતે સમયે કેવી આફતો આદરી છે,
લડે છે દેશ બળે ગરીબ ની હાટડી છે.
સિંહ સવાર થઇ સેના સરહદ માં,
કરતી તૈયાર દરેક દુશ્મનની ઠાઠડી છે.
થયા શહીદ જે જવાન લડતમાં,
એના કાજ દેશ આખો થયો ખૂંખારી છે.
બારવટયા સામે રોષ દાખે છે સૌ કોઈ,
ઘરનો ભેદી લંકા ઢાયે એની વાહવાઈ છે.
જાગ્યા છે દેશ કાજ આજે એ લોકો,
જાતિ પ્રથામાં જેણે લીધો રસ ભારી છે.
શું બદલાશે યુગ? જાણે એતો ઈશ,
વિચાર બદલાય સૌના તો વાત સારી છે.
એથી વિશેષ તો દુઆ શું કરું"પ્રતીક"
ના વીતે એ દેશપર જે મુજ પર વીતી છે.
