Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

વર્ષા પ્રજાપતિ

Tragedy Thriller Others

4.5  

વર્ષા પ્રજાપતિ

Tragedy Thriller Others

જૂઓ કેવો ઢીંચે છે

જૂઓ કેવો ઢીંચે છે

1 min
23.3K


તું એને પીવે છે કે એ તને પીવે છે,

લાગે છે કે તું હજી ભ્રમમાં જીવે છે.


પહેલાં તો કહે છે કે આ તો મારો શોખ છે,

ટેવ પડ્યા પછી જૂઓ કેવો ઢીંચે છે.


અબુધ પ્રાણી પણ જેને સ્પર્શે નહીં,

આ માનવી વિવશ થઈને એને પીવે છે.


યાદવોનો નાશ થયો જેના કારણે,

એ જ કારણે પછી એ આંખો મીંચે છે.


ભૂંસાય કોઈનો ચાંદલો ને છીનવાય કોઈનું છત્ર,

વ્યસન કયાં સમજે છે કે એના લીધે છે.


આ ખોળિયું ધુમ્રથી જર્જરિત થયા પછી,

કયો એવો દરજી છે જે ફરીથી સીવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy