જીવતરનો ખેલ
જીવતરનો ખેલ


રાત્રે સપનામાં નિરાંત બતાવી,
ને દિવસે તે તારલા બતાવ્યા,
આવા તે કેવા ખેલ ઓ પ્રભુજી,
આવડા જીવતરમાં ખેલાવ્યા.
પહેલા થોકબંધ તરસ આપી,
પછી સુખના તે ઝાંઝવા દેખાડ્યા,
અમને તે એ રીતે જિંદગીભર,
હરણાથી યે ડબલ હંફાવ્યા.
ઈચ્છાના મહેલ મનમાં ચણાવી,
શમણાંના તોરણેય લટકાવ્યા,
બતાવી દૂરથી વસંત અને તોય,
પાનખરમાં જ અંતે જીવાડયા.