STORYMIRROR

Mona Soni

Drama Thriller

4  

Mona Soni

Drama Thriller

દિકરીના કરિયાવર કાજે

દિકરીના કરિયાવર કાજે

1 min
685

સાગર આખો ખેડી નાખે, તૂટેલા જહાજે 

આંખો કોરીકટ્ટ રાખે ભીતર વાદળ ગાજે,

દિકરીના કરિયાવર કાજે..


દેવ એના પરિશ્રમ છે, ને દેવી હિંમત નામે 

તીરથ યાત્રા કરવા એતો, ફરતો ગામેગામે,

ક્યારેકતો એ શિરામણને ચાખે છેક સાંજે 

દિકરીના કરિયાવર કાજે..


પંડેથી ખુશીઓ ખંખેરી મુકતો એના માથે

લોહી પણ ક્યારેક ભળતું પરસેવાની સાથે,

ના ગમતાના ચરણ ચાંપે સ્હેજે ના એ લાજે 

દિકરીના કરિયાવર ..


મહેલ ખુશીઓનો ચણી, ઊંચાઈ રોજ માપે

એનું ચાલે ને બાપલિયા.. ચાંદો સૂરજ આપે,

મોત પણ આવે તો કહેતો પોરો થોડો ખાજે 

દિકરીના કરિયાવર કાજે..


સાગર આખો ખેડી નાખે, તૂટેલા જહાજે 

આંખો કોરીકટ્ટ રાખે ભીતર વાદળ ગાજે,

દિકરીના કરિયાવર કાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama