STORYMIRROR

VARSHA PRAJAPATI

Thriller

4  

VARSHA PRAJAPATI

Thriller

અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર

અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર

1 min
558

સૂરજના કિરણોમાં ઈશ્વર,

ચંદ્રમાના તેજમાં ઈશ્વર.

વ્યોમ તણા રંગોમાં ઈશ્વર,

ક્ષિતિજના મેળામાં ઈશ્વર.


ઉંચે આભે બેઠો ઈશ્વર,

પાતાળમાં બિરાજે ઈશ્વર.

ઝાકળના ટીંપામાં ઈશ્વર,

નદીઓ કેરા નીરમાં ઈશ્વર.


સમંદરની લહેરોમાં ઈશ્વર,

વાયુ સંગ લહેરાતો ઈશ્વર.

મોરપીંછના રંગોમાં ઈશ્વર,

કોયલના ટહુકારમાં ઈશ્વર,


વન તણાં વૃક્ષોમાં ઈશ્વર,

વૃક્ષોના પર્ણોમાં ઈશ્વર.

બાગ તણાં ફૂલોમાં ઈશ્વર,

ફૂલોની મહેંકમાં ઈશ્વર.


પહાડોની ભેખડમાં ઈશ્વર,

રણ કેરી રેતીમાં ઈશ્વર.

પ્રકૃતિના કણ કણમાં ઈશ્વર,

જડ ને ચેતન સૌમાં ઈશ્વર.


બાળકના વિસ્મયમાં ઈશ્વર,

ઊર તણા ધાવણમાં ઈશ્વર.

યુવાનીના જોમમાં ઈશ્વર,

ઘડપણના ટેકામાં ઈશ્વર.


સીતાના સાનિધ્યમાં ઈશ્વર,

ઊર્મિલાના વૈરાગ્યમાં ઈશ્વર.

ભાઈ ભરતના ત્યાગમાં ઈશ્વર,

લક્ષ્મણની સેવામાં ઈશ્વર.


વિભીષણના વિશ્વાસમાં ઈશ્વર.

રાવણના અભિમાનમાં ઈશ્વર.

હનુમાનની ભક્તિમાં ઈશ્વર,

શબરીની પ્રતિક્ષામાં ઈશ્વર.


ભીષ્મની પ્રતિજ્ઞામાં ઈશ્વર,

એકલવ્યની વિદ્યામાં ઈશ્વર.

યુધિષ્ઠિરના સત્યમાં ઈશ્વર,

વિદુરની ભાજીમાં ઈશ્વર.


દ્રૌપદીના ચીરમાં ઈશ્વર,

પાર્થના સારથિ પણ ઈશ્વર.

સહદેવના અતિજ્ઞાનમાં ઈશ્વર,

ભીમની શક્તિમાં ઈશ્વર.


નરસિંહના પદોમાં ઈશ્વર,

મીરાંના ભજનોમાં ઈશ્વર.

અખાના છપ્પામાં ઈશ્વર,

કબીરના દોહામાં ઈશ્વર.


શ્વાસ અને ઊચ્છશ્વાસ ઈશ્વર,

નથી કોઈથી છાનો ઈશ્વર.

મંદિરમાં તું શોધે ઈશ્વર,

શું કોઈએ કયાંય ભાળ્યો ઈશ્વર?


અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર,

'વર્ષા' તારામાં જ બિરાજે ઈશ્વર !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller