STORYMIRROR

Bharti Dave

Inspirational Thriller

5  

Bharti Dave

Inspirational Thriller

જ્ઞાનનું ગીત

જ્ઞાનનું ગીત

1 min
472

મુજ રાહનાં કંટકો સઘળા હટાવ્યા તમે,

પુષ્પ ખીલવ્યા મુજ જીવનનાં બાગમાં તમે,

હે ગુરુવર્ય ! કરું હું કોટિ કોટિ પ્રણામ,


અવિરત જ્ઞાનધારા વહાવી જીવનમાં તમે,

ગાયું જ્ઞાન કેરું ગીત કર્યું ધન્ય જીવન તમે,

હે ગુરુવર્ય ! કરું હું કોટિ કોટિ પ્રણામ,


આપનાં ચરણસ્પર્શ માત્રથી પામર બને પુનિત, 

અબુધને બુદ્ધ કરનાર છો જ્યોતિ પુંજ તમે,

હે ગુરુવર્ય ! કરું હું કોટિ કોટિ પ્રણામ,


આપ્યું શિક્ષણ અને સેવા ભાવ ખીલવ્યો તમે, 

અડીખમ ઊભો રહેવા લાયક બનાવ્યો તમે,

હે ગુરુવર્ય ! કરું હું કોટિ કોટિ પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational