STORYMIRROR

Prahladbhai Prajapati

Drama Inspirational Thriller

4  

Prahladbhai Prajapati

Drama Inspirational Thriller

ક્ષણે ક્ષણનાં મૂલ વિચારી જો

ક્ષણે ક્ષણનાં મૂલ વિચારી જો

1 min
37.1K



મનસુંબે ઉડનારા ઉંચે તું નીચે નજર કરી,

પાંખ વિણ ધરાને નિહાળી ખુદને માપી જો,


રણને ઝાંઝ્વાનું જળ મળ્યું વારસામાં અહીં,

હે ગરજતા વાદળ વરસી દરિયાને માપી જો,


ગયેલ સમયને શું ખબર? લકીર લીસોટાની,

આ સમયના પડઘા સંગ્રિ પોથીએ લાપી જો,


ઇન્તજારનાં મૂલ કેવાં અંકાય છે મિલનમાં?

ન મળ્યાનાં સ્વપ્નો સજાવી જિંદગી જીવી જો,


બુદ્ધિની સફળતાથી અજાણ નથી હોતાં સ્વપ્નો,

વિપરીત સંજોગે નસીબનું ઘડતર કરી જીવી જો,


ઉછી ઉધારીમાં નહી માનતી અકળ પળ સમજી,

એ ક્ષણે ક્ષણનાં ગુણ વિચારી દળદાર જીવી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama