STORYMIRROR

Mittal Purohit

Thriller Tragedy

4  

Mittal Purohit

Thriller Tragedy

રોકશો નહીં

રોકશો નહીં

1 min
1.2K


આંખોમાં ઉમટ્યુ આજ,

ભીનેરુ આકાશ,

વરસે જો કોઈ વાદળી,

તો રોકશો નહીં.


સ્મરણોની વાડ આજ,

ઉભરાતી જાય છે,

લણે જો પાક કોઈ,

તો રોકશો નહીં.


હૈયામાં હિલોળતો આજ,

યાદોનો દરિયો,

આવે ભરતી-ઓટ કોઈ

તો રોકશો નહીં.


આંગળીઓના ટેરવાંમાં આજ,

ઉપડી એક લ્હાય છે,

સ્પર્શે જો દાઝે કોઈ,

તો રોકશો નહીં..!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller