ખમીરવંતા ગુજરાતી મારા પ્યારા બાપુ
ખમીરવંતા ગુજરાતી મારા પ્યારા બાપુ
ખમીરવંતા ગુજરાતી
મારા પ્યારા બાપુ,
દેશ આખાયના વ્હાલા
મારા પ્યારા બાપુ.
સત્ય અહિંસાનો પાઠ ભણાવી,
આઝાદીનું જ્યોત જલાવી.
અંગ્રેજોથી ડર્યા વિના એમણે,
આંદોલનની હાકલ લગાવી.
સ્વચ્છતા ના આગ્રહી
મારા પ્યારા બાપુ.
દાંડીકૂચ, સત્યાગ્રહ એવી ચલાવી,
દેશ કાજે એક કૂચ લગાવી,
અંગ્રેજો સામે જંગ ચલાવી,
મારા પ્યારા બાપુ.