કેદ
કેદ
ખુલ્લાં આસમાનમાં ઊંચે ઊંચે ઊડતી એક ચકલી,
બેફિકર જીવનને આનંદથી એ રોજ ભરતી,
પહાડો, જંગલો, નદીઓની તાજી હવાઓ ખૂંદતી,
હર એક પળને મોજ મસ્તીમાં એ તો નિત્ય જીવતી,
એક દિવસ કંઈક સોહામણું દીઠું ગગનથી સોનેરી,
હોય જો એવું ઘર એનું એવી ઈચ્છા મનમાં કરતી,
જઈ બેઠી એ છોડી સર્વ આસમાનની મસ્તી,
સોનેરી ચમકતી દુનિયા લાગી એને વહાલી,
થોડા દિવસ એ દુનિયામાં- એ ભૂલી દુનિયા પોતાની,
મોહ -માયા એ ચમકારાની એવી એને ભાળી,
વહેતા સમય સાથે હવે એ લાગી જરા અકળાઈ,
પાંખો પાસે હોવા છતાં લાગ્યું ગઈ પાંખ કપાઈ,
ખુશીઓ સાથે નથી સંપર્ક ને મોજ મસ્તી તો રિસાઈ,
'એકાએક થયો અહેસાસ, આ તો પાંજરામાં પુરાઈ'!