Prakruti Shah

Tragedy

4  

Prakruti Shah

Tragedy

નારાજગી

નારાજગી

1 min
83


નારાજગીની એક હદ હોય,

તમે તો એ પણ વટાવી ગયા;

ખામોશીની એક હદ હોય,

એ તો અમે પણ ભૂલી ગયા.


ખુશી છીનવી અમારી,

તમે દૂર ચાલ્યાં ગયાં;

શોધવા નીકળ્યા તમને,

તો અમે ખોવાઈ ગયા.


શોધ તમારી હતી ચાલુ,

કોઈ અજનબી મળી ગયા;

શોધવા નીકળ્યા હતા કોને,

એ પણ ભૂલી ગયા.


અજનબીના સાથમાં,

દુસ્વપ્નો ફંગોળાઈ ગયા;

અજનબી એ આંખમાં,

સુંદર સ્વપ્નો રચી દીધાં.


એ સ્વપ્નોની તલાશમાં,

આગળ વધતા રહ્યાં;

અજનબીના સાથે,

તમને ભૂલાવી દીધા.


છતાં દિલના ખૂણે,

અમે તમને ભરી દીધા;

ક્યારેક તમારી યાદમાં,

આંસુ વહાવી લીધાં.


સ્વપ્નોના માર્ગમાં,

તમે મળી ગયા;

નારાજગી ભૂલી તમે,

અમને અપનાવી લીધાં.


ન એ અજનબીનો સાથ,

અમે ના છોડી શક્યા;

જેણે અમને "પ્રીત"ના,

બંધનમાં બાંધી લીધાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy