બિચારી
બિચારી
આ કોંક્રીટના જંગલમાં, અંધારિયા એપાર્ટમેન્ટના ખૂણામાં...
હું શોધી રહી છું સલામતી...
કોણ જાણે કયો નરાધમ ગુમાવી દેશે મતિ...
ભયાનક જંગલમધ્યે રામે સીતાને તરછોડી
લક્ષ્મણ શીદને બન્યો આજ્ઞાંકિત અપરાધી,
એ રામરાજ્ય હતું હવે અસુુુરોની આબાદી
અંધારી રાતે રહી સીતા તો સુરક્ષિત નારી,
અત્યારે ધોળેે દહાડે લૂંટાય અબળા નારી
વધી ગઈ છે ભારે સંકટોની મહામારી,
આ તારી પ્રથા તરછોડવાની નથી સારી
ફફડે બંધ પિંજરે પણ ચકલીઓ પ્યારી,
રામ તે શીદને આ પ્રથા સ્વીકારી
હર ઘરની સીતા રહે બની બિચારી.
