આકાંક્ષા
આકાંક્ષા
ચાલને નાના ટેરવે મોટા હિસાબ કરીએ...
એક તારોળિયો ગમી ગયો,
લઈને ખિસ્સામાં ફરીએ..
ફૂલોના બગીચામાં ફરતાં ફરતાં
સુગંધી શીશી ખોળીએ..
મધની મીઠી મહેંકતી મુસ્કાને
ભમરીને પકડીએ..
મંદ ગતિએ લહેર પવનની સંગે
આકાશે ઊડીએ..
દોરડા કુદીને જોશ ઊમેરતા
સૂરજને નમાવીએ...
પરીઓની પાંખે બેસીને
ધરતીને નિહાળીએ..
સોયના નાના કાણામાંથી
આખી દુનિયા ભાળીએ..
ચલકચલાણું રમતા રમતા
મિત્રોને પકડીએ.
