શૈશવનો ભાર
શૈશવનો ભાર
નાનું શરીર, મોટા કામ,
આ તો છે, બાળકોના કામ,
પા પા પગલી પાડે નાને ડગલે,
બા ,દાદા,બોલે નાની જીભલડીએ,
એકડો ઘૂંટે, મોટી પાટીએ,
ચોપડી ઉંચકે, નાનકડી હથેળીએ,
ભણતર બન્યું સ્પર્ધાત્મક,
મન અને તન બન્યું ભારાત્મક,
કયાં છે બાળપણ કયાં ખોવાણું !
કોણ શોધે આજે શૈશવ એનું,
મમતાના ભારે ને પપ્પાની ઇચ્છામાં,
અટવાઈ ગઈ જિંદગી નાની,
રમતગમત કે ફરવા જવાનું,
મિત્રોનાં ટોળાને મળવા જવાનું,
થયું બધું હવે ઘડિયાળના કાંટે,
દિનચર્યા બની ભણતર ના ભારે,
રોજરોજ કંઈક નવું શીખવાના બહાને,
માબાપ કરાવે મજૂરી ભારે,
ચૂપચાપ બેઠું બાળપણ બહાર,
નિરંતર શોધે અલ્લડ બાળ,
ભણતર બન્યું ભારરૂપ,
ઈચ્છા બની નડતરરૂપ,
મજૂરી-મજૂરીનો અવાજ,
પડઘાયો બાલમાનસ પર !
