મજબૂરી
મજબૂરી
આ કેવી તે મજબૂરી !
બાળને કરાવે બાળમજૂરી.
રમવા, કુદવાની છે ઉંમર,
ભણવાની ઈચ્છા અધૂરી,
બાળને કરાવે બાળમજૂરી.
તન ઢાંકવા નથી કપડાં,
ના વેદના હોઠેથી સ્ફુરી,
બાળને કરાવે બાળમજૂરી.
ના સહેવાય કે ના કહેવાય,
અમારી વાત સમજોને પુરી,
બાળને કરાવે બાળમજૂરી.
આ કેવી તે મજબૂરી!
બાળને કરાવે બાળમજૂરી.
