ગલુડિયા બાળ
ગલુડિયા બાળ
શેરી વચ્ચે જન્મ્યા ગલુડિયા બાળ
ચાર કાળાં અને ચાર ધોળા જન્મ્યા રે બાળ
આખી શેરી થનગને જોવા કુતરીના બાળ
કુતરી પાસે ન આવા દે જોવાને બાળ
કુતરીને વ્હાલા કૂરકુરીયા બાળ
કુતરી ચાટેને લાડ લડાવે જોઈ સૌ હરખાય
ધાવણ ધવડાવે અને હેતે હરખાવે
વાત્સલ્ય એનું ઉભરાતું રે
કુતરી ઉપર નાચતાને કુદતા ગલુડિયા બાળ
આતો છે માના પ્રેમ અને મમતાનો સાર
બાળકોને બહું ગમતા ગલુડિયા રે
બાળકો એની સાથે રમતાં ભમતા રે
હું બચ્ચા જાઉં તો ન નિકળશો બહાર
તને વ્હાલ કરતા તને ડંડા મારશે ચાર
નાના નાજુક અને સોહામણા આઠ
તેમની મા ભણાવે જીવનના પાઠ
ગલુડિયાઓ કુરકુર કરતાંને ભુકતા
શેરી વચ્ચે રમતાં અને ભમતા રે
ગલુડિયાની ફોજ શેરી વચ્ચે ફરતી
ચંપલ પોતાના સંતાડજો રે
પ્રાણીમાત્ર પર દયા રાખજો
એ સૂત્રને યાદ રાખજો રે
શેરી વચ્ચે જન્મ્યા ગલુડિયા બાળ
ચાર કાળાં અને ચાર ધોળા જન્મ્યા રે બાળ
