STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

જીવનની ડાયરી

જીવનની ડાયરી

1 min
410

બાળપણનું એ કેવું સુંદર ઘર હતું

ઘરની આસપાસ વૃક્ષોનું ઝુંડ હતું

માટીથી લિપેલું એ ઘર હતું

માટીની સાથે ભળી હતી દીવાલોમાં

માની મમતા પિતા નો પ્યાર


એક એક ખૂણે હતી સપનાની નગરી

ત્યારે જિંદગી નહોતી આટલી અઘરી

ભાઈ-બહેનનો પ્યાર હતો

મીઠો ઝગડોમીઠી તકરાર હતી


જિંદગી જાણે !એક એક પળ અવસર હતી

મિત્રોનો સાથ સુખ દુઃખમાં સંગાથ હતો

નિર્દોષ નિખાલસ રમત હતી

ત્યારે જિંદગી માટે મમત હતી


કોયડાઓના ઉકેલ એક ગમ્મત હતી

બસ સંબંધોની કિંમત હતી

એક બીજાની હૂંફ અને હિંમત હતી

ત્યારે સાવ સરળ જિંદગીની રમત હતી


રંગ બેરંગી ફૂલોની ક્યારી હતી

જિંદગી ખૂબ પ્યારી હતી

ત્યારે જિંદગી ખૂબ ન્યારી હતી

આવી સુંદર સપનો ભરી મારી જીવન ડાયરી હતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational