મારી શાળા
મારી શાળા
બાળદેવોની ચહલ-પહલથી સુંદર શોભે મારી શાળા,
બાળકોનાં શોર-બકોરથી જીવંત લાગે મારી શાળા,
અચાનક આવેલી મહામારીએ સૂની કરી દીધી મારી શાળા,
બાળકો વિના ખંડેર ભાસે, સદાય ખિલખિલાટ કરતી મારી શાળા,
ખાલી બેન્ચીસ, ખાલી ઓરડાં, ખાલી થઈ ગઈ મારી શાળા,
જેમ પ્રાણ વિના શરીર હોય, એમ હવે દિસે છે મારી શાળા,
છે બગીચામાં ફૂલો ઘણાં પણ, બાળફૂલો વિના સૂની મારી શાળા,
જાણે ક્યારની રાહ જોતી બાળદેવોની, એવી લાગે મારી શાળા !
