STORYMIRROR

Chirag Sharma

Inspirational

4  

Chirag Sharma

Inspirational

આપણા મા-બાપ

આપણા મા-બાપ

1 min
317

ઘણાં કષ્ઠ વેઠીને આપણને મોટા કરે છે મા-બાપ,

તકલીફો સહન કરીને આપણને ઉછેરે મા-બાપ,

દુઃખ સહીને પણ આપણી જરૂરિયાતો પૂરી કરતાં મા-બાપ,

પોતાનાં સપના છોડી આપણા સ્વપ્ન પુરાકરતા મા-બાપ,


પૈસા બચાવીને આપણી જરૂરિયાતો પૂરી કરતાં મા-બાપ,

પોતે ચલાવી લઇ આપણને ખુશ રાખવા મથતાં મા-બાપ,

ઘણી તકલીફો વેઠીને આપણને ભણાવતાં મા-બાપ,

પોતાની ઈચ્છાઓ મારી આપણી ઈચ્છા પુરી કરે મા-બાપ,


ખરેખર ઘણી મુશ્કેલીઓ સહન કરતાં હોય છે મા-બાપ,

એટલે જ તો દુનિયામાં જીવંત દેવી-દેવતા છે મા-બાપ,

પ્રયત્નો સદા કરજો એવા કે સદા ખુશ રહે મા-બાપ,

કરજો સદા પ્રાર્થના પ્રભુને ખુશને સ્વસ્થ રહે મા-બાપ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational