STORYMIRROR

Chirag Sharma

Tragedy Inspirational

4  

Chirag Sharma

Tragedy Inspirational

હું છું શિક્ષક

હું છું શિક્ષક

1 min
292

હું છું શિક્ષક મારા દેશનો,

હું છું ઘડવૈયો મારા દેશનો,


પાટી-પેન પકડી લખતાં હું શીખવું,

અક્ષરજ્ઞાન આપી વાંચતા શીખવાડું..

હું છું શિક્ષક..


મૂલ્યોનું ઘડતર કરી માનવી બનાવું,

ભૂલોને સુધારી સારો વ્યક્તિ બનાવું...

હું છું શિક્ષક..


આપું બાળકને અમૂલ્ય વિદ્યાનું દાન,

બતાવું બાળકને જીવનમાં સાચો પંથ...

હું છું શિક્ષક..


માસ્તર બની માની જેમ હેત હું આપું,

બની પિતા બાળકને હું ભૂલ સમજાવું...

હું છું શિક્ષક..


સાચો સારો શિક્ષક બની કરું હું દેશસેવા,

ઘડું હું આ દેશનાં ભાવિને કરવા દેશસેવા...

હું છું શિક્ષક.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy