હું તારો છું
હું તારો છું
હું તારો છું, હું તારો છું, એમ,
આત્મીયતાના વહેણમાં વહાવી,
જિંદગીનાં ભવસાગરમાં તરવા મૂકી,
વમળોનાં બવન્ડરમાં ફસાણી,
માયાનાં આવરણો રચાયા,
સંબંધોનાં કિનારા દેખાયા,
મારી જાતને સંકોરી,
સર્વત્ર લાગણીભરી દેખી,
લાગણીઓ દેખી ડૂબકી મારી,
હું તારો છું નો, સાથ મેં છોડ્યો,
મોહ ને લાલસાએ ભરડો લીધો,
બાહ્ય દંભમાં મન લલચાયું,
અંતરમાં ઝાંકીને ન નિરખ્યું,
છળકપટમાં મન સમાયું,
ભૂલભુલામણીમાં ખોવાઈ,
મુસીબતોના જાળા રચાયા,
હું તારો છું નું સ્મરણ થયું,
અંતરાત્મામાં હલચલ મચી,
માયાના પડણોનો કાફલો ડૂબ્યો,
હું તારો છું નાં સંબંધો તારવ્યા,
ટમટમતો ખુદમાં પ્રતિબિંબ જોયું,
તારાં ને મારાંની દીવા જેવી જિંદગી જોઈ.
હું તારો છું, નાં અંતઃકરણમાં સમાઈ.
