તો હું શું કરું
તો હું શું કરું
એને મારા દિલમાં એના પ્રત્યેનો
પ્રેમ ના દેખાય તો હું શું કરું ?
એને મારા પર વિશ્વાસ ના
હોય તો હું શું કરું ?
એને મારા પર પ્રેમ ના
હોય તો હું શું કરું ?
એને મેસેજ કરું રિપ્લાય
ન આપે તો હું શું કરું ?
એને ફોન કરું વાત એને
ન કરવી તો હું શું કરું ?
હું પ્રેમ કરું છું એને, એ એને
સમજાય ના તો હું શું કરું ?
હું સમજુ છું એમને
પરખાય ના તો હું શું કરું ?
આંખો તણી ગહેરાઈમાં
ડૂબાઈ ના તો હું શું કરું ?
ખરેખર તો એ બધાને પ્રેમ કરે છે
એને બધામાં દેખાય ને મારામાં ના દેખાય
તો હું શું કરું ?

